શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >> વાર્ષિક અહેવાલ
વાર્ષિક અહેવાલ
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
 
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી ક.ગુ.ક્ષ.સમાજ માધાપર ધટક વર્ષ : ૨૦૧૦-૨૦૧૧ વાર્ષિક પ્રવૂતિનો અહેવાલ

૧.

 

 

 

બાલ સંસ્કાર કેન્દ્ર :- માધાપર ઘટકમાં આવેલ નૂતન કેળવણી મંઢલના બાલ મંદિરના મકાનભાડાની રકમ જિલ્લા પંચાયત પાસેથી મેળવવામાં સફળતા મળેલ છે. આ પ્રશ્ન માટે નૂતન કેળવણી મંડળ તથા માધાપર ઘટકના પ્રમુખશ્રી વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકી તથા ઘટકના ઉપપ્રમુખશ્રી બલરામભાઇ જયંતિલાલ વરૂએ જહેમત લીધેલ હતી.
૨.

 

બારલા મંદિર કંપાઉન્ડ વોલ :- બારલા મંદિર સંકુલનો કબજો સંભાળ્યા બાદ માધાપર સમાજ દ્વારા અંદાજે રા. 4 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ કરાવેલ છે.
૩.

 

 

બારલા મંદિર મહાશિવરાત્રી :- બારલા મંદિરે મહાશિવરાત્રી, રામનવમીના પર્વોની ઉજવણી કરવામાં આવેલી હતી તથા શ્રી વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકીના યજમાન પદે "સુંદરકાંડ"નો કાર્યક્રમ યોજવામાં આવેલ.
૪.

 

 

બારલા મંદિર રામનવમી :- રામનવમીના દિવસે બારલા મંદિરમાં આવેલા રઘુનાથજીના મંદિરના રામ, લક્ષ્મણ, જાનકીના ચાંદીના દાગીના શ્રી વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકી પરિવાર તરફથી ચડાવવામાં આવેલ છે.
૫.

 

15મી ઓગસ્ટના ધ્વવંદન મહિલા મંડળના પ્રમુખશ્રી ભાવનાબેન ટાંક દ્વારા કરવામાં આવેલ હતું તથા બપોર બાદ સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
૬.

 

 

 

ઘટક દ્વારા વિજયાદશમીના સમુહલગ્નોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિવિધ ઘટકોમાંથી 7 યુગલોએ ભાગ લીધેલ હતો. આ સમુહલગ્નોમાં તમામ કન્યાઓના શુલ્કના તથા પાનેતરના કાયમી દાતાશ્રી વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકી પરિવાર હતા તથા સમાજના દાતાશ્રીઓ ખુબ જ સારો સહયોગ પ્રાપ્ત થયેલ છે.
૭.

 

 

ઠાકર મંદિરનો પાટોત્સવ તા. 10/12/2010ના રોજ ઉજવવામાં આવેલ હતો. આ પ્રસંગે વિષ્ણુસહશ્ત્રનો પાઠ તથા સમાજનો સમુહપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. સતત ત્રીજા વર્ષ પણ સમુહપ્રસાદના દાતાશ્રી વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકી હતા. ધામધુમથી ઉત્સવ ઉજવવામાં આવેલ હતો.
  માધાપર બાલરા મંદિર પાર્ટીપ્લોટનું બાંધકામ રા. 2 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તા. 10/12/2010ના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. મુખ્ય દાતા સ્વ. પી.ડી. સોલંકી પરિવારે રૂ. 4 લાખના અન્નપૂર્ણ ભંડાર માટે આપેલ હતા.
રૂમોના દાતા :-
૧. શ્રી ક.ગુ. ક્ષ. મહિલા મંડળ.
૨. સ્વ. લીલાધરભાઇ મનજી વેગડ (માધાપર) હસ્તે ગં.સ્વ. વિજ્યાબેન લીલાધરભાઇ વેગડ.
૩. શ્રીમતી અ.સૌ. સરસ્વતીબેન મહેશભાઇ સોલંકી.
૪. સ્વ. અરજણભાઇ માધવજી પરમાર સ્મરણાર્થે હસ્તે બ્રહ્મકુમાર બાબુલાલભાઇ અરજણભાઇ પરમાર પરિવાર રહ્યા હતા.
  દરેક રૂમના દાતાશ્રીએ રૂ. 1,21,000/- આપેલા છે.
૫. શિતલ જલધારાના દાતાશ્રી વિનોદભાઇ પુરુષોતમભાઇ સોલંકી હસ્તે શ્રી મોહિતભાઇ વિનોદભાઇ સોલંકી તરફથી રૂ. 1,00,000નું દાન મળેલ હતું. આમ માધાપર ઘટક મહાસભા સ્તરે પાર્ટીપ્લોટ ધાવતું પ્રથમ ઘટક બને છે અને આ ગૌરવ મળે છે.
૮.

 

 

માધાપર સમાજના ગોર પ.પૂ. શ્રી શાંતિલાલભાઇ ત્રિવેદી દ્વારા તેમના મકાનના વાસ્તુપૂજન કાર્યક્રમ પ્રસંગે સમાજનું સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમાજ દ્વારા બહુમાન કરી રૂ. 1 લાખ ભેટ આપવામાં આવેલ હતા.
૯.

 

 

સમાજના અગ્રણી સ્વ. પરષોતમભાઇ ડાહ્યાભાઇ સોલંકીના બારમા પ્રસંગે તેમના પરિવાર તરફથી સમાજનું સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. ઘઠક તરફથી દાતા પરિવારનું બહુમાન કરવામાં આવેલ હતું.
૧૦.

 

શ્રી નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર દ્વારા તથા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ સ્વ. પી.ડી. સોલંકી પરિવાર તથા માધાપર ઘટકના સહયોગ દ્વારા પોલીયો નિદાન, પોલિયો સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
૧૧.

 

 

 

તા. 26/1/2011ના તા. 26મી જાન્યુઆરીના રોજ સમાજભવન ખાતે ધ્વજવંદન કરવામાં આવેલ. યુવા મંઢળના પ્રમુખશ્રી વિપુલભાઇ વેગડના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે નૂતન કેળવણી મંઢલના મકાનમાં માધાપર ઘટક સંચાલિત બાલસંસ્કાર કેન્દ્રના બાળકોએ રાષ્ટ્ર ભક્તિના ગીતો રજૂ કરેલ હતા. દાતાઓશ્રી તરફથી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
૧૨.

 

 

 

 

 

તા. 8/32011 થી 13/3/2011 સુધી માધાપર ઘટકના પ્રમુખશ્રી વિનોદભાઇ પી. સોલંકીના પિતા શ્રી પુરુષોતમભાઇ ડાહ્યાભાઇ સોલંકીના સ્મરણાર્થે તેમના પારિવારીક ટ્રસ્ટ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આયોજિત કચ્છમાં સૌ પ્રથમ ગૌ કથાનું આયોજન કરવામાં આવેલ. જેના વક્તા શ્રદ્દેય શ્રી ગોપાલ મણી જી મહારાજ તથા બાલવ્યાસ શ્રી સીતાશરણજી મહારાજ દ્વારા કવામાં આવેલ. આ કથાનો લાભ કચ્છના સમગ્ર જનતાએ તેમજ માધાપર ઘટકના જ્ઞાતિજનો દ્વારા બહોળી સંખ્યામાં લીધેલ હતો. આપણા સમાજની આ પ્રથમ કથાનું આયોજન હતું કે જેનું આસ્થા ચેનલ દ્વારા સીધુ પ્રસારણ વિશ્વમાં કરવામાં આવેલ.
૧૩.

 

 

વસંત પંચમીના દિવસે માધાપર ઘટકના શ્રી ચંદ્રકાંતભાઇ ધનજીભાઇ સોલંકીના ઘરે ઠાકર મંદિરથી ભગવાનને શોભાયાત્રા દ્વારા લઇ જઇને આંબો રોપાની વિધી કરવામાં આવેલ છે. આ વિધી શ્રી ચંદ્રકાંતભાઇ તથા ઘરના પરિવારે કરેલ હતી.
૧૪.

 

 

તા. 8/5/2011ના રોજ વિનોદભાઇ સોલંકીના સૌજન્યથી માધાપર ઘટકની કારોબારીનો પ્રવાસ ચોખંડા મહાદેવ, ભદ્રેશ્વર તથા ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્થાન, ધ્રબુડી વગેરે ધાર્મિક સ્થળે પ્રવાસ કરવામાં આવેલ હતો. માધાપર ઘટક મહિલા મંડળ-યુવા મંડળ સાથે મળીને ખંતથી સેવાના કાર્યો કરી રહેલ છે.
 
તા. 15/5/2011,

પ્રમુખ/મંત્રી

સ્થળ માધાપર,

ક.ગુ.ક્ષ. સમાજ માધાપર

 ********************************** ~ **********************************