શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >> જ્ઞાતિ રત્નો
જ્ઞાતિ રત્નો
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
 
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
 
||દાનવીર રેલ્વે કોન્ટ્રાકટર માંડણભાઈ જીવાણી ચૌહાણ||

માધાપરના ગામના દાનવીર રેલ્વે કોન્ટ્રાક્ટર માંડણભાઇ જીવાણી ચૌહાણ કે જેમણે પંજાબમાં નોર્થ વેસ્ટર્ન રેલ્વેમાં મરીથી અટક રેલવે સેક્શનમાં નવી રેલ્વે લાઇનનું સને 1881માં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું. તે સમયે કુંભારિયાના જાણીતા કોન્ટ્રાક્ટર ગોવામલભાઇ જીવણ ચૌહાણ પણ આ કામમાં સાથે હતા. આ સિવાય તેઓના અન્ય કામોની વિગત મળેલ નથી.

રેલ્વે કોન્ટ્રાક્ટરના કામમાં અઢળક સંપતિ તેઓ કમાયાનું કહેવા છે. તેઓની સ્થાવર મિલ્કતો માધાપરમાં જ નહિં પણ પદ્ધર, ધીંકડી, ધાણેટી, લેર વિગેરે ગામોની દીમમાં એ જમાનામાં 200 જેટલા ખેતરો તેમના નામે બાલતાં હોવાનું પણ કહેવા છે. કચ્છના રાજવી મહારાઓશ્રી ખેંગારજી બાવા સાથે માંડણભાઇને સાથે બેસવાનો ગાઢ સબંધ વહેવાર હતો. એકવાર મહારાઓશ્રીને પોતાને ઘેર કોઇ પ્રસંગે પધારવા માટે ખાસ આમંત્રણ આપેલ. મહારાઓશ્રી ખેંગારજી બાવાએ ના પાડી છતાંય તેઓને અંગત સબંધના નાતે હઠાગ્રહ કરતાં કહ્યું. ગમે તે થાય તમે મારે ઘેર પધારો. રાજા કોઇ દિવસ કોઇને ઘેર જાય નહીં તેવી પરંપરા હતા ને માન્યતા પણ હતી કે જેના ઘેર જાય તેની સમૃદ્ધિ ચાલી જાય. સબંધોને નાતે રાજા ના પાડી ન શક્યા. આમ માધાપર ગામે કચ્છના મહારાઓનાં પગલાં થયાં.

સને 1881માં રેલ્વેમાં કામોમાં કમાણી કર્યા બાદ માધાપર ગામે માંડણભાઇ જીવાણીએ ઠાકર મંદિર અને શિવમંદિર, બારલા મંદિર બંધાવેલ. આ મંદિરોમાં કોઇ શિલાલેખ નથી તે ક્યારે બંધાયું તેની સાલ નક્કી થઇ શકતી નથી. કોઇ પણ મંદિરના નિર્માણ બાદ શિલાલેખ મુકવાની પરંપરા છતાં શિલાલેખ મુકાયેલ નથી. મંદિરનું નિર્માણ તેઓએ પોતાને ખર્ચે જ કરેલું હતું. કહેવાય છે કે તે સમયે કોઇ વિવાદ થયેલ કદાચ એ ટાળવા માટે પણ શિલાલેખ મુકાયો નહી હોવાનું અનુમાન થાય છે. આ મંદિરની કલાત્મક રંગબેરંગી ટાઇલ્સ એં સમયે જાપાનથી મંગાવાયાનું પણ કહેવાય છે.

આવા જ કોઇ વિવાદના ફળ સ્વરૂપે પોતે અલાયદું મંદિર બનાવવું તે નક્કી કર્યું હોય તે રીતે તેમણે માધાપર ગામની બહાર રાજમાર્ગની સામે પાર એક શિવમંદિર, રામમંદિર તથા ધર્મશાળા પણ બંધાવેલ જ્યાં રાહદારી રાતવાસો પણ કરી શકે. જે મંદિરનો પરિસર આજે પણ બારલા મંદિર એટલે કે ગામ બહારનું મંદિર એ દ્રષ્ટીકોણથી જ ઓળખાય. જ્યારે ધર્મશાળા માંડાવાળી ધર્મશાળા તરીકે ઓળખાય છે. માંડણભાઇના પૌત્ર માવજીભાઇ અરજણ ચૌહાણ આપણા સમસ્ત સમાજમાં પ્રથમ હરોળના બી.એ. ગ્રેજ્યુએટ થયેલ હતા.